છોટુભાઈ વસાવા હવે જનતાદળના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

ભરૂચ જિલ્લા ના ઝગડિયા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત જનતાદળ ( યુ )ના સુપ્રીમો છોટુભાઈ વસાવા હવે જનતાદળ ( યુ )ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
રાજપીપળા :

ભરૂચ જિલ્લા ના ઝગડિયા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત જનતાદળ ( યુ )ના સુપ્રીમો છોટુભાઈ વસાવા હવે જનતાદળ ( યુ )ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાતા તેમનું રાજકીય કદ વધી જવા પામ્યુ છે ,ભરૂચ નર્મદા મા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો મા વિજય નો ડંકો વગાડી સત્તાના રાજકારણ મા પ્રવેશ કર્યા બાદ છેલ્લે રાજ્ય સભાની ચૂંટણી મા અહેમદ પટેલ ને હરાવવા ભાજપની કેન્દ્રીય મિનિસ્ટ્રી મેદાને પડી હતી અને શંકર સિંહ વાઘેલા ના બાગી ધારાસભ્યો કોંગ્રેસ છોડીને રાજ્ય સભાની ચૂંટણી મા ભાજપા તરફી મતદાન કરી રહ્યા હતા ત્યારે અહેમદ પટેલ તરફી છોટુભાઈ વસાવાએ મતદાન કરી ને અહેમદ પટેલને વિજયી બનાવવા મા છોટુભાઈ વસાવા નો હાથ ઉપર રહ્યો હતો .aઆ ચૂંટણી બાદ તેમનું રાજકીય કદ રાતોરાત વધી ગયુ હતુ
ત્યાર બાદ બિહાર ના મુખ્યમંત્રી નિતીશ કુમાર જેડિયુ અને લાલુ યાદવ નુ ગઠબંધન તોડીને ભાજપા ની કંઠી પહેરી લેતાં રાષ્ટ્રિય અધ્યક્ષ શરદ યાદવ અને નિતીશ કુમાર વચ્ચેના મતભેદો સપાટી પર આવી જતા જેડિયુ મા નવા સમીકરણો રચાયા હતા શરદ યાદવ ના નજીક ના અને અત્યંત વિશ્વાસુ એવા છોટુભાઈ વસાવાને રાતોરાત જનતાદળ ( યુ )ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાતા તેમનું રાજકીય કદ વધી જવા પામ્યુ હતુ .આગામી લોકસભા ની અને વિધાન સભાની ચુટણીઓ મા છોટુભાઈ ફેક્ટર નવા રાજકીય સમીકરણો જન્માવે તો નવાઈ નહી
અત્રે ઉલ્લેખ નિયછે કે . છોટુભાઈ વસાવા એ રાષ્ટ્રપતિ ની ચૂંટણી મા તેમણે બહિષ્કાર કર્યો હતો ત્યાર પછી રાજ્ય સભાની ચૂંટણી મા ભાજપા ને ધોબી પછડાટઆપ્યા પછી તેમનું રાજકીય કદ વધી જતા આદિવાસી ઓના કદાવર નેતા તરીકે ઉપસી આવ્યા છે

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ ,રાજપીપળા

P.D.Dabhi

હુ ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર ભાવનગર સમાચાર લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી રીપોટર છુ તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ 9714577186 Pddabhitalaja@gmail.com Livecrimenews@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: