લક્ઝરી બસ પલટી મારી જતાં માંડવીના 21 વર્ષિય યુવકનું મોત નીપજ્યું છે

લક્ઝરી બસ પલટી મારી જતાં માંડવીના 21 વર્ષિય યુવકનું મોત નીપજ્યું છે

ભુજઃ ભુજથી માંડવી જતા માર્ગ પરમેઘપર અને ગોડપર ગામની વચ્ચે ખત્રી તળાવ નજીક સહજાનંદ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પલટી મારી જતાં માંડવીના 21 વર્ષિય યુવકનું મોત નીપજ્યું છે. તો, બસમાં સવાર અન્ય ત્રણથી ચાર જણાંને સામાન્ય ઈજા થઈ છે. સવારે સાડા છના અરસામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સહજાનંદ ટ્રાવેલ્સના સંચાલક સન્નીભાઈના જણાવ્યા અનુસાર સામેથી પૂરપાટ વેગે આવી રહેલી ટ્રક સાથે દુર્ઘટના ટાળવા જતાં ડ્રાઈવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ અમદાવાદથી માંડવી તરફ જઈ રહી હતી. મૃતક યુવકનું નામ કૃણાલ નૈષધભાઈ ભંડારી હોવાનું પોલીસે જણાવ્યું છે. દુર્ઘટના બાદ ભુજ-મિરજાપરથી બે 108 એમ્બ્યુલન્સ રવાના થઈ હતી પરંતુ સામાન્ય છોલછાંભ થઈ હોઈ ઈજાગ્રસ્ત ચારેક પ્રવાસી તેમની રીતે રવાના થઈ જતાં બંને એમ્બ્યુલન્સ ખાલી પરત આવી હતી. ઘટના અંગે માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી છે.

P.D.Dabhi

હુ ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર ભાવનગર સમાચાર લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી રીપોટર છુ તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ 9714577186 Pddabhitalaja@gmail.com Livecrimenews@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: