બોટાદના ત્રીકોણી ખોડીયાર પાસેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીન ઝડપી પાડતી બોટાદ એલ.સી.બી.

બોટાદના ત્રીકોણી ખોડીયાર પાસેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીન ઝડપી પાડતી બોટાદ એલ.સી.બી.

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સરોજકુમારી સાહેબ નાંઓ દ્વારા દારૂ/જુગારની બદીને સંપુર્ણ નેસ્‍ત નાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે બોટાદ એલ.સી.બી. ના પો.સબ.ઇન્સ.શ્રી વી.ડી.ધોરડા તથા એલ.સી.બી. સ્‍ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન ખાનગી રાહે હકીકત મળેલ કે પાળીયાદ રોડ ઉપર એક મોટરસાયકલ ઉપર બે ઇસમો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ બોટાદ તરફ આવતા હોય જે બાતમી આધારે તે મોટરસાયકલ બોટાદ ત્રીકોણી ખોડીયાર પાસે આવેલ એકસીસ બેન્કના એ.ટી.એમ. પાસે ઉભુ રખાવી ચેક કરતા મોટરસાયકલ ઉપર બેસેલ બંન્નેની વચ્ચેના ભાગે સીટ ઉપર બે મોટા વિમલ પાન મસાલાના કાપડના થેલામાથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયરના ટીન મળી આવેલ જેમા
(૧) રોયલ આર્મસ રીયલ વ્હીસ્કી બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩૬૦૦/- તથા
(૨) ચેલ્મસ ફોર્ડ કલાસીક વ્હીસ્કીની બોટલ નંગ-૧૨ જેની કિ.રૂ.૩૬૦૦/- તથા
(૩) હેવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ટીન નંગ-૨૩ જેની કિ.રૂ.૧૨૪૨ તથા
(૪) કીંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૦૧ જેની કિ.રૂ.૫૨
જેમા કુલ બોટલ નંગ-૨૪ તથા બીયર ટીન નંગ-૨૪ તથા બે મોબાઇલ તથા એક મોટરસાયકલ મળી કુલ કિ.રૂ.૨૩,૯૯૪/- નો મુદામાલ કબ્જે કરેલ તથા મોટરસાયકલ ચાલક અજયભાઇ નાથાભાઇ દવે ઉવ.૨૨ રહે.બોટાદ, ગઢડા રોડ તથા તેની સાથેનો આરોપી પંકજભાઇ હીરાભાઇ સુંબડ ઉવ.૨૧ રહે.બોટાદ, ગઢડા રોડ રહે.બંન્ને અવધપાર્ક નાઓ પાસેથી કબ્‍જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ તળે કાયદેશર કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ પાળીળયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવી સોંપી આપેલ છે.

તસ્વીર :- અજય જાડેજા ભાવનગર બ્યુરો

P.D.Dabhi

હુ

ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર
ભાવનગર સમાચાર
લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી

રીપોટર છુ

તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ

તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ
9714577186
Pddabhitalaja@gmail.com
Livecrimenews@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: