પ્રધાનમંત્રીશ્રીના ડભોઇના કાર્યક્રમને અનુલક્ષીને વાહન વ્યવહાર નિયમન નિયંત્રણ અને ડાયવર્ઝન

*પ્રધાનમંત્રીશ્રીના ડભોઇના કાર્યક્રમને અનુલક્ષીને વાહન વ્યવહાર નિયમન નિયંત્રણ અને ડાયવર્ઝન*

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની ઉપસ્થિતિમાં તા.૧૭/૦૯/૨૦૧૭ના રોજ નર્મદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તેને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરાએ વાહન વ્યવહારની સરળતા જાળવવા માટે કાયદાની જોગવાઇઓ અનુસાર બહાર પાડેલા જાહેરનામા દ્વારા વાહન ચાલકોએ પાળવાના નિયંત્રણો, નિયમનો, પ્રવેશબંધી અને વૈકલ્પીક રસ્તાઓ (ડાયવર્ઝન) નિર્ધારીત કર્યા છે. તા.૧૬/૦૯ થી તા.૧૭/૦૯/૨૦૧૭ના બે દિવસો દરમિયાન તે અમલમાં રહેશે.

આ જાહેરનામાની જોગવાઇઓ પ્રમાણે ઉપરોક્ત સમયગાળામાં વડોદરાથી છોટાઉદેપુર જવા માંગતા ભારે વાહનોએ ગોલ્ડન ચોકડીથી હાલોલ-જાંબુઘોડા-બોડેલીથી છોટાઉદેપુરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
સેગવા ચોકડીથી ડભોઇ તેમજ કરજણથી ડભોઇ જવાના રસ્તે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં આવનારા વાહનો સિવાયના અન્ય તમામ નાના-મોટા વાહનો માટે પ્રવેશની મનાઇ રહેશે. વાઘોડિયાથી ડભોઇ થઇને રાજપીપળા તરફ જનારા વાહનોને તરસાણા ચોકડીથી ગોલાગામડી-બોડેલી-નસવાડી-દેવલીયા ચોકડીથી રાજપીપળાના માર્ગે જ પરીવહન કરવાનું રહેશે.
જ્યારે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સિવાયના હેતુસર વડોદરાથી ડભોઇ, તિલકવાડા, રાજપીપળા જવા માટે તમામ નાના-મોટા વાહનોએ ગોલ્ડન ચોકડીથી જરોદ-હાલોલ-શિવરાજપુર-જાંબુઘોડા-બોડેલી-નસવાડી-દેવળીયા થઇને રાજપીપળા કે તિલકવાડાના રસ્તાનો ઉપયોગ કરવો અથવા વડોદરાથી પોર-કરજણ, ભરૂચ, ઝઘડીયા, રાજપીપળા તેમજ તિલકવાડાના વૈકલ્પીક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.0

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ ,રાજપીપળા

P.D.Dabhi

હુ ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર ભાવનગર સમાચાર ખબર તમારી ન્યૂઝ વેબચેનલ લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી રીપોટર છુ તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: