ગોંડલ શહેરમાં કાલે જિલ્લા કલેક્ટર આવના હોવાથી ભાજપ શાસિત નગરપાલિકા નાં સત્તાધીશો નો વિકાસ રાતોરાત ગાંડો તૂર થયો

ગોંડલ શહેરમાં કાલે જિલ્લા કલેક્ટર આવના હોવાથી ભાજપ શાસિત નગરપાલિકા નાં સત્તાધીશો નો વિકાસ રાતોરાત ગાંડો તૂર થયો

ગોંડલ ભાજપ શાસિત નગરપાલિકા નાં સત્તાધિસો છેલ્લા ઘણા વર્ષ થી સત્તા માં હોય ગોંડલ ની જનતા ને પાયા ની સુવિધા જેવી કે સફાઈ,રોડ-રસ્તા,લાઈટ પાણી જેવી મહત્વ ની સુવિધાઓ થી વંચિત રાખ્યા છે.જે જનતા એ ગોંડલ નાં વિકાસ માટે ખોબલે ખોબલે મત આપ્યા હોય પણ આજ દિન સુધી ગોંડલ જનતા ને પાયા ની સુવિધાઓ માટે રસ્તા રોકો આંદોલન કરવા પડે પાલિકા માં ઘેરાવ કરવો પડે ત્યારે તા.૧૪/૯/૨૦૧૭ નાં રોજ જિલ્લા કલેકટર ગોંડલ ની મુલાકાત તે આવના હોય ત્યારે ગોંડલ શહેરમાં દિવાળી જેવો માહોલ દેખાઈ રહ્યો છે જીલ્લા કલેક્ટર સારું દેખાડવા માટે તેવો નાં આવા નાં રૂટ નાં માર્ગો ઉપર રાતો રાત પાલિકા સત્તાધિશો દ્વાર સફાઈ ની કામગીરી હાથ ધરમાં આવી છે.તેમજ પાલિકા નાં ફાયર ફાઈટર, શાંતી રથ ને વાહનો ની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ પાલિકા તંત્ર એ વોર્ડ વાઇસ સફાઈ માટે લાખો નાં કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં શહેરમાં માત્ર ૨૫ ટકા જ સફાઈ થાતી હોઈ છે.જેને લીધે શહેરમાં ઘરે ઘરે માંદગી નાં ખાટલા છે.ત્યારે પાલિકા નાં વિરોધ પક્ષ નાં નેતા અનિલભાઈ માધડ એ જણાવ્યુ હતુ કે ભાજપના સત્તાધિશો દરેક કોન્ટ્રાક્ટ માંથી પોતાની ટકા વાળી હોવાથી કોન્ટ્રાક્ટર પોતાની મન માની કરે છે.જેના લીધે ગોંડલ ની જનતા ને જરૂરી પાયા ની સુવિધાઓ થી વંચિત રહી છે.જ્યારે જિલ્લા કલેક્ટર આવના હોય ત્યારેજ પાલિકા સત્તાધિશો ને જનતા ની સુવિધાઓ ની રાતો રાત કેમ ચિંતા થવા લાગી..? પાલિકાના ભાજપના સત્તાધિશો ગોંડલ ની જનતા ને પાયા ની સુવિધાઓ આપવા તદ્દન નિષ્ફળ ગઈ હોઈ ગોંડલ શહેર ને જનતા ની હાલત કફોડી થવા પામી છે.ત્યારે જીલ્લા કલેક્ટર ગોંડલ શહેરની બતર હાલત જોઈ ને ગોંડલ શહેર નાં વિકાસ કરવા માટે ગોંડલ પાલિકા ને સુપર સીટ કરી વહીવટદાર શાસન મુકવામાં આવે ગોંડલ શહેર નો વિકાસ વેગવંતો બનાવમાં આવે તેવી જનતા તરફ થી મારી આપ શ્રી ને નમ્ર વિનંતી છે.

રીપોર્ટ:- પૃથ્વીરાજસિંહ જાડેજા

P.D.Dabhi

હુ

ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર
ભાવનગર સમાચાર
લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી

રીપોટર છુ

તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ

તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ
9714577186
Pddabhitalaja@gmail.com
Livecrimenews@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: