પૂરમાં તબાહ બનાસકાંઠા: 70 જિંદગીઓને 120 ફૂટ ઊંચે બાંધેલી એ લાલ સાડીએ બચાવ્યા

પૂરમાં તબાહ બનાસકાંઠા: 70 જિંદગીઓને 120 ફૂટ ઊંચે બાંધેલી એ લાલ સાડીએ બચાવ્યા

પાલનપુર: શુકલીપુરામાં આંબાભાઈના 5 દીકરાઓનો પરિવાર વસે છે. આ પરિવાર 24મી તારીખની કાળ રાત્રીએ સાડા દસ વાગે મીઠી નીંદર માણી રહ્યો હતો, ત્યારે જ પૂરનું ધસમસતું પાણી પહોંચ્યું હતું. ઊંઘમાંથી સફાળા જાગેલા પરિવારજનો જીવ બચાવવા દલાભાઈ પરમારના મકાનની છત પર ચઢ્યા, પરંતુ પાણીનું વહેણ એટલું જોરદાર હતું કે એમના મકાનના તળિયાનો આખો ભાગ જમીનમાં બેસી ગયો અને તરત જ ઘરના તમામ સભ્યો જીવ બચાવવા બાળકો સાથે ધસમસતા પ્રવાહને ચીરીને સામે છેડે દોરી વડે પહોંચ્યા.

પાયલોટને પરિવાર ક્યાં ફસાયેલા છે તેની માહિતી મળી

48 કલાક બાદ 26 તારીખે બપોરે 3 વાગે હેલિકોપ્ટર આવ્યું, ત્યારે કંઈક ખાવાનું મળ્યું. જોકે હેલિકોપ્ટરથી બચાવ થાય એ પહેલાં મુશ્કેલી એ હતી કે તેઓ ક્યાં છે તે પાયલોટને જાણ નહોતી. એવામાં પરિવારના કમલેશ નામના યુવાને હિંમત કરીને ધસમસતા પૂર વચ્ચે 120 ફૂટ ઊંચા ટાવર પર ચઢી લાલ રંગની સાડી ટાવરની ટોચ પર બાંધી દીધી. જેના લીધે પાયલોટને પરિવાર ક્યાં ફસાયેલા છે તેની માહિતી મળી ગઈ.

કેશડોલ્સમાંથી શિક્ષકોએ 200 કાપી લીધા

બનાસકાંઠામાં બનાસ નદીના પ્રચંડ પૂર અને ભારે વરસાદના કારણે તબાહ થયેલું જનજીવન ઊભું થવા મથી રહ્યું છે. પૂર આવ્યાના 3-3 સપ્તાહ વીતી ગયા છતાં પીડિતોની વેદના મટી નથી. પહેલાં કુદરતે ખોબલે ભરીને આફત વેરી. પછી રહી ગયું તો હવે સરકારના કેટલાક ભ્રષ્ટ અને સંવેદનાવહિન કર્મચારીઓ પડ્યા ઉપર પાટાં મારવાનું કામ કરી રહ્યા છે. સરકારે ખુલ્લા મને સહાયની જાહેરાતો તો કરી પરંતુ પીડિતો સુધી પહોંચતાં પહોંચતાં ઘટી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

કાંકરેજના આ ગામના 25 શ્રમિક પરિવારોની વેદના

કાંકરેજ તાલુકાનું શુકલીપુર ગામના લોકોનો પણ આવું જ કઇંક કહી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ભદ્રેવાડીમાં કેશડોલ્સમાં વ્યક્તિ દીઠ રૂ.200 શિક્ષકો દ્વારા શાળાફંડના નામે કાપી લેવાયા, તો પશુપાલન વિભાગ મૃત પશુોઅની સહાય જતી હોય તો મૃત પશુઓ માગી રહ્યા છે. જેમનું સર્વસ્વ જ બનાસ મૈયાના પૂરમાં તણાઇ ગયું હોય ત્યાં આ માનવી શું આપી શકે. સરકાર વચલો રસ્તો કાઢે તેમ ગ્રામજનો વેદના વ્યક્ત કરતાં જણાવે છે.

અમારી એપ્લિકેશન ડાઉનલોડ કવા માટે અહીં ક્લિક કરો અને દરેક ન્યુઝ મેળવો

P.D.Dabhi

હુ ક્રાઇમ કનેક્શન ન્યૂઝ પેપર ભાવનગર સમાચાર લાઈવ ગુજરાત ન્યુઝ ટીવી રીપોટર છુ તેમજ સમગ્ર ભારત ના પત્રકાર ના એસોસિયેશન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) ના આઈ.ટી.સેલ અધ્યક્ષ તરીકે કામ કરૂ છુ તેમજ ભાવનગર મા આર.ટી.આઈ એક્ટીવીશ્ટ છુ 9714577186 Pddabhitalaja@gmail.com Livecrimenews@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: